Russia Ukraine War: યુક્રેનનો થઈ જશે THE END? પુતિને સરહદે મોકલી દીધા પરમાણુ બોમ્બ

Ukraine Belarus news: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાના સૌથી વિનાશક હથિયારોની પહેલી ખેપ બેલારૂસ મોકલી દીધી છે.

Russia Ukraine War: યુક્રેનનો થઈ જશે THE END? પુતિને સરહદે મોકલી દીધા પરમાણુ બોમ્બ

Ukraine Belarus news: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાના સૌથી વિનાશક હથિયારોની પહેલી ખેપ બેલારૂસ મોકલી દીધી છે. નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ વર્ષે માર્ચ મહિનામાં બેલારૂસમાં ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. 

યુક્રેનમાં અનહોનીની આશંકા
ધ હિલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતે આ નિર્ણયની પુષ્ટિ કરી છે. ત્યારબાદ તેમની દાનત પર સવાલ ઉઠી રહ્યા છે. હકીકતમાં સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતા પુતિને કહ્યું કે રશિયાના પરમાણુ હથિયારોનો પહેલો કાફલો હવે બેલારૂસ પહોંચી ગયો છે. અમારા બાકી પરમાણુ હથિયારો પણ ઉનાળાની સીઝનના અંત સુધીમાં ત્યાં પહોંચી જશે. 

પશ્ચિમી દેશોને ચેતવણી
યુક્રેન યુદ્ધમાં રશિયાની હાલત અંગે કરાયેલા દાવા અને અટકળો પર વિરામ લગાવતા પુતિને અમેરિકા સહિત દરેક એ  દેશને ચેતવણી આપી છે જે યુક્રેનને ખુલ્લો સપોર્ટ કરી રહ્યો છે. આ ફોરમમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા પુતિનને કહ્યું કે આ એ તમામ લોકો વિરુદ્ધ એક કારગર અને રક્ષાત્મક ઉપાય છે જે રશિયા અને તેની રણનીતિક હાર વિશે વિચારે છે. 

બેલારૂસનો દાવો
નોંધનીય છે કે બેલારૂસને પુતિનનું સંરક્ષણ મળલું છે. આવામાં પુતિનનું આ નિવેદન બેલારૂસમાં રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કોના એ નિવેદનની પણ પુષ્ટિ કરે છે જેમાં તેમણે કહ્યું હતું કે બેલારૂસ હવે પહેલા કરતા વધુ શક્તિશાળી છે  કારણ કે તેને રશિયા પાસેથી ખતરનાક બોમ્બ અને મિસાઈલનો પહેલો જથ્થો મળી ચૂક્યો છે. હકીકતમાં લુકાશેન્કોએ રશિયા અને બેલારૂસના સરકારી મીડિયા સાથે વાતત કર્યા બાદ ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે તેને મળેલા તમામ ઘાતક  બોમ્બ હિરોશિમા અને નાગાસાકી પર પાડવામાં આવેલા બોમ્બની સરખામણીમાં ત્રણગણા વધુ શક્તિશાળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news